1469

અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ books/Agnikund Ma Ugelu...ન યણ દ સ ઈ ન ર યણ મહ દ વભ ઈ દ સ ઈ(જ. 24 ડ

  • Upload
    others

  • View
    30

  • Download
    0

Embed Size (px)

Citation preview

  • અગ્નિકંુડમાં ઊગેલું ગુલાબ

    [મહાદેવભાઈનું જીવનચરિત્ર]

    નાિાયણ દેસાઈ

    શ્રી મહાદેવ દેસાઈ જનમશતાબદરી સગ્મગ્ત, ગુજિાત

    ગાંધરી સમાિક સંગ્રહાલય,

    હરિજન આશ્મ, અમદાવાદ-380 027

  • `એકત્ર’નો ગ્રંથ-ગુલાલwe share, we celebrate

    આપણી મધુર ગુજરાતી ભાષા અને એના મનભાવન સાહિત્ય માટનેાં સનેિ-પ્ેમ-મમતા અને ગૌરવથી પ્ેરાઈને `એકત્ર’ પહરવાર ેસાહિત્યનાં ઉત્તમ ને રસપ્દ પુસતકોને, વીજાણુ માધ્યમથી, સૌ વાચકો ને મુકતપણે પિોંચાડવાનો સંકલપ કરલેો છે.

    આજ સુધીમાં અમે જે જે પુસતકો અમારા આ વીજાણુ પ્કાશન-ebook-ના માધ્યમથી પ્કાશશત કરલેાં છે એ સવ્વ આપ www.ekatrafoundation.org પરથી વાંચી શકશો.

    અમારો દૃષ્ટિકોણ:

    િા, પુસતકો સૌને અમાર ેપિોંચાડવાં છે – પણ દૃશટિપૂવ્વક. અમારો `વેચવાનો’ આશ્ય નથી, `વિેંચવાનો’ જ છે, એ ખરં; પરંતુ એટલું પૂરતું નથી. અમાર ેઉત્તમ વસતુ સરસ રીતે પિોંચાડવી છે.

    આ રીતે –

    * પુસતકોની પસંદગી `ઉત્તમ-અને-રસપ્દ’ના ધોરણે કરીએ છીએ: એટલે ક ે રસપૂવ્વક વાંચી શકા્ય એવાં ઉત્તમ પુસતકો અમે, ચાખીચાખીને, સૌ સામે મૂકવા માગીએ છીએ.

  • * પુસતકનો આરંભ થશે એના મૂળ કવરપેજથી; પછી િશે તેના લેખકનો પૂરા કદનો ફોટોગ્ાફ; એ પછી િશે એક ખાસ મિત્વની બાબત – લેખક પહરચ્ય અને પુસતક પહરચ્ય (ટૂકંમા) અને પછી િશે પુસતકનું શીષ્વક અને પ્કાશન શવગતો. ત્યાર બાદ આપ સૌ પુસતકમાં પ્વેશ કરશો.

    – અથા્વત્, લેખકનો તથા પુસતકનો પ્થમ પહરચ્ય કરીને લેખક અને પુસતક સાથે િસતધૂનન કરીને આપ પુસતકમાં પ્વેશશો.

    તો, આવો. આપનું સવાગત છે ગમતાના ગુલાલથી.

  • *

    આ પુસતકના લેખકનો અને પુસતકનો પહરચ્ય રમણ સોનીનાં છે એ માટ ેઅમે તેમનાં આભારી છીએ.

    *

    Ekatra Foundation is grateful to the author for allowing distribution of this book as ebook at no charge. Readers are not permitted to modify content or use it commercially without written permission from author and publisher. Readers can purchase original book form the publisher. Ekatra Foundation is a USA registered not for profit organization with objective to preserve and spread Gujarati literature. For more information, Please visit: http://www.eka-trafoundation.org.

  • સજ્જક નાિાયણ દેસાઈ

  • નાિાયણ દેસાઈ

    નારાયણ મહાદેવભાઈ દેસાઈ(જ. 24 ડિસેમ્બર 1924)

    જટેલા ચડરત્ર-લેખક તરીકે જાણીતા છ ેએટલા જ, અનેક સ્થળે

    પ્ેરક અને રસપ્દ ગાંધીક્થા કહેનાર તરીકે જાણીતા છ.ે વેિછી(દ.

    ગુજ.)ના સંપૂણ્ણ ક્ાન્ત નવદ્ાલય-ને પોતાનું કમ્ણસ્થાન ્બનાવીને

    એક નિક્ષક અને કાય્ણકર-સંચાલક તરીકે મહત્વની કામગીરી

    ્બજાવતા નારાયણભાઈએ ગુજરાત નવદ્ાપીઠના કુલપનત તરીકે

    પણ ગાંધીનવચાર-સંચારક તરીકે કામ કયુું. ગુજરાતી સાડહતય

    પડરષદના પ્મુખ રહ્ા. `અનનિકંુિમાં ઊગેલું ગુલા્બ' માટ ેસાડહતય

    અકાદેમી(ડદલ્ી)ના ઍવોિ્ણ સડહત ઘણા પાડરતોનષકો્થી સ્માન

    પામયા.

    કેટલાક અનુવાદો ત્થા `મારં જીવન એ જ મારી વાણી'

    (ગાંધીજી નવિે, 4 ભાગમાં) અને `અનનિકંુિમાં ઊગેલું

    ગુલા્બ'(મહાદેવ દેસાઈ નવિે) જવેા ્બૃહદ અને મોટી ્બા્થ ભીિતા

    ચડરત્ર-ગ્ં્થો એમનું મહત્વનું સાડહતય-કાય્ણ તેમ જ જીવન-કાય્ણ છ.ે

    *

  • `અગ્નિકંુડમાં ઊગેલું ગુલાબ' (1992)

    1500 પાનાંમાં નવસતરેલું આ ચડરત્ર જટેલું પ્સાડદક છ ે

    તેટલું જ તટસ્થ રીતે લખાયેલંુ છ.ે નપતાના ચડરત્ર લેખે એ

    જવેું અનધકૃત(ઑ્થેન્ટક) છ ે એવું જ મહાદેવ-ચડરત્ર લેખે એ

    સવ્ણગ્ાહી છ.ે મહાદેવભાઈના સાક્ષાત્ પડરચય ઉપરાંત ્બીજા ઘણા

    ચડરત્ર-સંદભ્ણગ્ં્થોમાં્થી નારાયણભાઈ પસાર ્થયા છ.ે (એમણે

    લખયું છ ે : `મહાદેવભાઈની િાયરી કહેવાય મહાદેવભાઈની, પણ

    એમાં રજમાત્ર જીવનનવગત મહાદેવભાઈની ન જિ!ે એટલે મારે

    મહાદેવભાઈ ્બીજ ે જ ખોળવા પિયા!')

    લાં્બા પટમાં લખાયેલું હોવા છતાં ન ્થકવનારં આ પુસતક

    હા્થમાં્થી મૂકવાનું મન નહીં ્થાય...

    *

  • Biography of late shri Mahadev Haribhai Desai

    by Narayan Desai

    પ્્થમ આવૃનતિ: 2 ઑકટો્બર, 1992

    પ્તસંખયા: 3,000

    ડકંમત: પચાસ રૂનપયા

    © નારાયણ દેસાઈ, 1992

    પ્રકાશક:

    અમૃત મોદી

    મંત્રી, શ્ી મહાદેવ દેસાઈ જ્મિતાબદી સનમનત,

    ગાંધી સમારક સંગ્હાલય,

    હડરજન આશ્મ, અમદાવાદ-380 027

    ટ.ે નં. 483677

    મુદ્રક:

    નજતે્દ્ર ઠાકોરભાઈ દેસાઈ

    નવજીવન મુદ્રણાલય,

    અમદાવાદ-380 014

  • જમેને સમયા્ણ વારંવારે

    આ ગ્ં્થ

    લખતાં

    છાપતાં ને

    પ્કાનિત કરતાં

    તે

    પૂજય નરહડરકાકા

    પયારે મોહન ત્થા

    નપ્ય ભાઈદાસને.

  • મહાદેવ દેસાઈ: ગાંધરીજીના ગણેશ અને હનુમાન

    નારાયણભાઈએ પોતાના નપતાની આ જીવનક્થા લખવાનું િરૂ

    કયુું તે પહેલાં તેઓ મને મળ્ા હતા અને તે લખાઈ રહે પછી

    હંુ તેની પ્સતાવના લખું એવું તેમણે સૂચન કયુું હતું. એ સૂચન

    મેં સહષ્ણ સવીકારી લીધું. જગતભરમાં ગાંધીજીના રહસયમંત્રી

    તરીકે જાણીતા ્થયેલા મહાદેવભાઈ માટ ેમને ઊંિો આદર હતો.

    જોકે તેમના નવિે હંુ ્બહુ જાણતો નહોતો. गांधीजीनो अक्षरदेहના

    ખંિોમાં ગાંધીજીના તેમના ઉપરના પત્રો છપાયા છ ે તે નસવાય

    મેં મહાદેવભાઈ નવિે કંઈ વાંચયું નહોતું એટલે મહાદેવભાઈની

    જીવનક્થાની પ્સતાવના લખવાનું સવીકારવું એ મારે સાર એક

    સાહસ હતું, છતાં મહાદેવભાઈ માટનેા મારા આદરને વિ ્થઈને

    મેં એ સાહસ કરવાનું સવીકાયુું. અને હવે મને લાગે છ ે કે એ

    સારં જ કયુું.

    પ્સતાવના લખવાનું સૂચન સવીકારતાં મેં નારાયણભાઈને

    એમણે લખવા ધારેલી જીવનક્થાનાં પ્કરણો લખાતાં જાય તેમ મને

    મોકલવાની નવનંતી કરી, જ ેતેમણે વધાવી લીધી. એમણે મોકલેલા

    પહેલા પ્કરણનું િીષ્ણક ‘અનનિકંુિમાં ઊગેલું ગુલા્બ' હતું. હંુ તેનું

    પ્યોજન ન સમજી િકયો, પણ હંુ જમે નારાયણભાઈએ મોકલેલાં

    પ્કરણો વાંચતો ગયો તેમ મને મહાદેવભાઈના વયનકતતવનું

    અહોભાવભયુું દિ્ણન ્થતું ગયું અને હંુ જાણે કોઈ પુરાણક્થા

    વાંચતો હોઉં એવો મને અનુભવ ્થયો. ્બધાં પ્કરણો વાંચી

  • રહ્ા પછી મહાદેવભાઈ નવિે વધુ માડહતી મેળવવાની ઇચછા્થી

    મેં સવ્ણશ્ી જયંત પંડ્ા અને કાંનત િાહે સંપાડદત કરેલું અને

    ગુજરાતની શ્ી મહાદેવ દેસાઈ જ્મિતાબદી સનમનત (ગાંધી

    સમારક સંગ્હાલય, હડરજન આશ્મ, અમદાવાદ-380 027)

    એ પ્નસદ્ધ કરેલું शुक्रतारक समा महादेवभाई એ પુસતક વાંચયું. મેં

    એ પુસતક આ પહેલાં વાંચયું હતું, પણ પૂરા ધયાન્થી નહીં. હવે

    મેં જોયું કે મહાદેવભાઈને ‘અનનિકંુિમાં ઊગેલું ગુલા્બ'નું ન્બરદ

    જમેને ગાંધીજીએ રાષ્ ટ્રકનવ કહ્ા હતા તે ઝવેરચંદ મેઘાણીએ

    આપયું હતું. નારાયણભાઈનાં પ્કરણોએ મારા મન ઉપર જ ેછાપ

    પાિી હતી તે शुक्रतारक समा महादेवभाई પુસતકે દૃઢ કરી. અને

    ઝવેરચંદ મેઘાણીએ મહાદેવભાઈને આપેલા ન્બરદની ય્થા્થ્ણતા

    મને પૂરેપૂરી સમજાઈ. તે્થી તેમણે પહેલા પ્કરણનું િીષ્ણક ્બદલી

    પોતે નપતૃતપ્ણણરૂપે લખેલી નપતાની જીવનક્થાને જ ‘અનનિકંુિમાં

    ઊગેલું ગુલા્બ' નામ આપયું છ ેતેનું ઔનચતય પણ હંુ સમજયો. ...

    મને ખાતરી છ ે કે અનનિકંુિમાં ઊગેલા આ ગુલા્બની ક્થા વાંચી

    મારા મન ઉપર જ ે છાપ પિી છ ે તે વાચકોના મન ઉપર પણ

    પિિે અને તેમને એ ક્થામાં ગુલા્બની સુવાસનો અને અનનિકંુિની

    કરણતાના નમશ્ણનો રસપ્દ ્બોધ ્થિે.

    ગાંધીજીના રહસયમંત્રી તરીકે મહાદેવભાઈએ જ ેઅને જવેી

    રીતે એમની અને દેિની સેવા કરી તેનું પૂરં મહત્વ આપણામાંના

    ઘણાને કલપનામાં પણ આવી િકે એમ ન્થી. તેઓ પોતાને

    ગાંધીજીના ‘પીર, ્બ્બરચી, નભસતી, ખર' તરીકે ઓળખાવતા

    અને કોક વાર પોતાને ગાંધીજીના ‘હમાલ' પણ ગણાવતા...

    ગાંધીજીના અંતેવાસી ્થવું એ જવાળામુખીના મોં પર રહેવા જવેું

  • દુષકર કામ હતું એમ મહાદેવભાઈ વારંવાર કહેતા. (‘અનનિકંુિમાં

    ઊગેલું ગુલા્બ’ પ્. 39). રાવણની આજ્ા્થી રાક્ષસોએ હનુમાનની

    પૂંછ સળગાવી તયારે રામ અને સીતાની કૃપા્થી તેમને અનનિનો

    જરાય સપિ્ણ નહોતો ્થયો તેમ મહાદેવભાઈને પણ ગાંધીજીના

    ઇષ્દેવ રામની કૃપા્થી એ જવાળામુખીના અનનિનો સપિ્ણ નહોતો

    ્થયો અને જીવનના અંત સુધી એમના સવભાવની પ્સન્નતા

    અખંડિત રહી હતી. આનું કારણ એ હતું કે રામ અને સીતા

    ત્થા તેમના સેવક હનુમાનમાં જમે કોઈક અલૌડકક તત્વ હતું

    તેમ ગાંધીજી અને તેમના રહસયમંત્રી અને ભકત-સેવક એવા

    મહાદેવભાઈમાં પણ હતું.

    મહાદેવભાઈના વયનકતતવના એ અલૌડકક તત્વને ન્બરદાવતાં

    ગાંધીજીએ યોગય રીતે જ મહાદેવભાઈના જીવનને ‘ભનકતનું અખંિ

    કાવય’ કહ્ું હતું. (પ્. 1, પૃ. 8). મહાદેવભાઈના જીવનના એ

    કાવયતવને સમજવા આપણે ગાંધીજીના જીવનનું કાવયતવ સમજવું

    જોઈએ. ગાંધીજીએ ભારતને સવરાજ અપાવયું તેનું ગૌરવ કરી

    આપણે તેમણે ‘રાષ્ ટ્રનપતા' તરીકે ઓળખાવયા છ.ે ગાંધીજીનો એ

    પુરષા્થ્ણ કોઈ મહાકાવય જવેો હતો. જમે ગણેિે મહનષ્ણ વયાસનાં

    વચન અક્ષર્બદ્ધ કયાું તેમ મહાદેવભાઈએ અવા્ણચીન યુગના

    ઋનષ-દ્રષ્ા જવેા ગાંધીજીનાં અસંખય પત્રો, સંવાદો, વાતા્ણલાપો

    અને ભાષણોને એમની નચત્રાતમક િૈલીમાં એવી રીતે અક્ષર્બદ્ધ

    કયાું છ ે કે વાચક એ ્બધા પ્સંગોનો પોતે સાક્ષી હોય એવો

    અનુભવ કરે છ.ે આ વાત કોઈને અનતિયોનકત જવેી લાગિે

    પણ મહાદેવભાઈના કાય્ણનું મૂલય એવી કોઈ ઉપમા દ્ારા જ

    આંકી િકાય.

  • મહાભારતના યુદ્ધની જમે અવા્ણચીન ભારતની સવાતંતટ્રય-લિત

    પણ દૈવી અને આસુરી ્બળોના સંગ્ામ જવેી હતી... ઉતસાહી

    ભારતભકતો એ સંગ્ામમાં અંગ્ેજોને અસુરોના અને ભારતીય

    નેતાઓને દેવોના પ્નતનનનધઓ તરીકે ઓળખાવવા લલચાિે... પણ

    હકીકતમાં અંગ્ેજો અને ભારતની પ્જા ત્થા નેતાઓ ્બંને પક્ષે

    દૈવી અને આસુરી ્બળોનું નમશ્ણ હતું અને ગાંધીજીનો પુરષા્થ્ણ

    સતય અને અડહંસાની આધયાનતમક િનકત્થી ્બંને પક્ષની િુનદ્ધ

    સાધવાનો હતો. મહાદેવભાઈ 24 વષ્ણની યુવાન વયે ગાંધીજી

    સા્થેની પહેલી મુલાકાત વખતે જ એમનો એ આધયાનતમક પ્ભાવ

    પારખી ગયા અને તેમણે ગાંધીજીના ચરણે ્બેસી જવાનો સંકલપ

    કયયો. (‘નરહડર, મને તો આ પુરષને ચરણે ્બેસી જવાનું મન

    ્થાય છ.ે') (પ્. 9, પૃ. 61).

    એ સંકલપને અનુસરી તેમણે 25 વષ્ણ સુધી ગાંધીજીની

    અનદ્તીય ગણી િકાય એવી સેવા કરી અને એ સેવા કરતાં

    પૂણેના આગાખાન મહેલમાં 1942ના ઑગસટની 15મી તારીખે

    ગાંધીજીના સાનન્નધયમાં દેહ છોડ્ો અને પોતાના ઇષ્દેવના હા્થે

    અનનિદાહ પામવા સદભાગી ્બ્યા.

    પોતાની આતમસમપ્ણણ ભાવના સમજાવતાં મહાદેવભાઈએ

    લખયું હતું, “હનુમાન જવેાને આદિ્ણ માની એની સવાપ્ણણસેવા

    પોતામાં ઉતારવી અને કેવળ સવામીભનકત્થી તરી જવું એ જ

    મારો પુરષા્થ્ણ છ.ે” (પ્. 17, પૃ. 180). આમ જ ે વયનકતતવ

    મહાદેવભાઈએ ગાંધીજીના ચરણે ધરી દીધું તેની ચાડર�યસમૃનદ્ધ

    અને ્બૌનદ્ધક સંપનતિ આશ્ચય્ણજનક હતાં. સવામી આનંદે તેમને

    ‘મોગલ ગાિ્ણનના ગુલા્બ અને ઢાકાની િ્બનમ સા્થે’ સરખાવયા

  • હતા (િુ. પૃ. 259) અને ગાંધીજીએ ‘ક્બીરવિ' સા્થે સરખાવયા

    હતા. (પ્. 17, પૃ. 174). શ્ી શ્ીનનવાસ િાસ્તી જવેા નવદ્ાન

    પણ મહાદેવભાઈ સા્થેની મુલાકાતોને ‘આધયાનતમક મનોયતન'

    તરીકે આવકારતા (પ્. 30, પૃ. 506). દેિ્બંધુ નચતિરંજન દાસનાં

    ્બહેન શ્ીમતી ઊનમ્ણલાદેવીએ મહાદેવભાઈને પુત્ર સમાન માનેલા.

    તેમણે તેમને ‘ભોળા િંભુ જવેા નનજાનંદી અને ભોગી છતાં

    યોગી' અને ‘ગૃહસ્થ છતાં સં્યાસી' કહ્ા હતા (િુ. પૃ. 100).

    મહાદેવભાઈને પોતાની માંદગી દરનમયાન કેટલાક આધયાનતમક

    અનુભવો ્થયેલા જનેું રોચક વણ્ણન આ પુસતકમાં જોવા મળે છ.ે

    (પ્. 17, પૃ. 177–178).

    મહાદેવભાઈના ચાડર�યનું વણ્ણન કરતાં ગાંધીજીએ કહ્ું હતું,

    “મને કોઈ પૂછ ે કે મહાદેવના ચાડર�યનું સૌ્થી ઉમદા લક્ષણ કયું

    તો કહંુ કે પ્સંગ પડ્ે િૂ્યવત્ ્થઈ જવાની તેની િનકત” (પ્.

    12, પૃ. 99). વળી 21–8–1921ના એક પત્રમાં ગાંધીજી લખે

    છ,ે “તમારા જવેો માણસ હમેિાં મારી સા્થે હોય તો છવેટ ે

    મારં કામ ઉપાિી િકે એવો લોભ રહી જાય છ.ે” (પ્. 19,

    પૃ. 213). ઊનમ્ણલાદેવીએ પોતાના સંસમરણલેખમાં ગાંધીજીને

    મહાદેવભાઈ નવિે એમ કહેતાં ટાંકયા છ ે કે “મહાદેવ મારો

    દીકરો, મારો ભાઈ, મારો નમત્ર, મારો મંત્રી ્બધું જ છ.ે” (પ્.

    26, પૃ. 410).

    મહાદેવભાઈના પક્ષે તેમણે ગાંધીજીની સા્થે એવું તાદાતમય

    સાધયું હતું કે ચક્વતતી રાજગોપાલાચારી મહાદેવભાઈને ‘હૃદય

    નદ્તીયમ્' કહેતા (પ્. 43, પૃ. 708). અને અનેક લેખકોએ

    નોંધયું છ ે કે ગાંધીજી અને મહાદેવભાઈની લેખનિૈલીમાં એવું

  • સામય હતું કે લેખની નીચે સહી જોઈએ તયારે જ ખ્બર પિ ે કે

    તે લેખ કોનો છ,ે નારાયણભાઈ વણ્ણવે છ ે કે ગાંધીજીના કેટલાક

    ઉપવાસો વખતે જાતે ભોજન લેવા છતાં મહાદેવભાઈનું પણ

    ગાંધીજી જટેલું જ વજન ઘટતું, અને ગાંધીજીની એક માંદગી

    વખતે તેમણે તીવ્રપણે એવી પ્ા્થ્ણના કરેલી કે ઈશ્વર તેમનું

    અિધું આયુષય લઈને ગાંધીજીને ્બચાવો. (િુ. પૃ. 101). ગોિ્ણન

    નામના એક અંગ્ેજની ઈશ્વર પ્તયેની પ્ા્થ્ણના ટાંકી મહાદેવભાઈ

    મીરાં્બહેનને લખે છ,ે “I am approaching the new year,

    reading ‘Bapu' for He (God) whereaver it occurs

    for the simple reason that I have no vision of Him,

    whereas I have some vision of Bapu.”

    હંુ નવા વષ્ણનું સવાગત એ પ્ા્થ્ણનામાં જયાં તે (ઈશ્વર) છ ે

    તયાં ‘્બાપુ' વાંચીને કરં છુ ં અને તે એ જ કારણે કે મને તેનું

    (ઈશ્વરનું) દિ્ણન ન્થી ્થયું, પણ ્બાપુની કંઈક ઝાંખી ્થઈ છ ે

    (િુ. પૃ. 389). મહાદેવભાઈની ્બૌનદ્ધક સંપનતિનો અંદાજ તેઓ

    અઢાર વષ્ણની ઉંમરે એનલફિ્સટન કૉલેજમાં્થી ્બી. એ. ્થયા એ

    ઉપર્થી જ આવી િકે એમ છ,ે પણ તેનો વધારે ખયાલ મેળવવા

    મહાદેવભાઈની િાયરીઓ ત્થા તેમણે ગાંધીજીના अनासक्तियोगનું

    અંગ્ેજી રૂપાંતર કયુું છ ેતેની પ્સતાવનારૂપે તેમણે My submission

    (મારં નમ્ર નનવેદન) એ નામના લેખમાં ભગવદગીતાને લગતા

    કેટલાક પ્શ્ોની સૂક્મ છણાવટ કરી છ ેત્થા શ્ોકો ઉપર નોંધો

    લખી છ ે તેનો કાળજીપૂવ્ણક અભયાસ કરવો જોઈએ. એ ્બધામાં

    એમણે સાઠ ઉપરાંત પરદેિી લેખકો અને નચંતકોનો ઉલ્ેખ કયયો

    છ ે અને તેમનાં લખાણોમાં્થી ઉતારા આપયા છ.ે એ લેખકોમાં

  • િેકસનપયર, વરઝ્ણવ્થ્ણ, િેલી, કીટસ, ્બાયરન અને બ્ાઉનનંગ

    જવેા અંગ્ેજ કનવઓનો પણ સમાવેિ ્થાય છ.ે ભારતીય લેખકો

    અને નચંતકો જુદા, વેદ અને ઉપનનષદોમાં્થી પણ મૂળ સંસકૃતમાં

    ઉતારા આપયા છ.ે મહાદેવભાઈનો ્બી. એ.માં અભયાસનો નવષય

    તો લૉનજક અને મૉરલ ડફિલૉસૉફિી (તક્ણિાસ્ત અને નીનતિાસ્ત)

    હતો, તો તેમણે સંસકૃતનું આવું િુદ્ધ જ્ાન કયારે અને કેવી રીતે

    મેળવયું? અને My submissionમાં અંગ્ેજ કનવઓ ઉપરાંત

    ઇસલામી અને નરિસતી રહસયદ્રષ્ાઓના ઉલ્ેખો અને તેમનાં

    લખાણોમાં્થી ઉતારા છ ે એ ્બધાનો અભયાસ એમણે કયારે

    કયયો હિે?

    મહાદેવભાઈની ્બૌનદ્ધક સંપનતિ એમના વાચનરસમાં પણ

    જોવા મળિે. કોઈ સંિોધકે મહાદેવભાઈએ વાંચેલાં પુસતકોની

    યાદી કરવા જવેી છ.ે

    મહાદેવભાઈનું ભાષાજ્ાન પણ કેવું સમૃદ્ધ હતું! ગાંધીજીનું

    અંગ્ેજી ઉતકૃષ્ કક્ષાનું હતું એ સમજી િકાય છ,ે કારણ કે

    તેઓ ઓગણીસ વષ્ણની ઉંમરે ્બૅડરસટરીના અભયાસ માટ ે લંિન

    ગયા હતા અને અઢી વષ્ણ તયાં રહ્ા હતા. તયાં અને તે પછી

    દનક્ષણ આડરિકામાં તેઓ અંગ્ેજોના નનકટના સંપક્ણમાં આવયા

    હતા. મહાદેવભાઈને એવો લાભ નહોતો મળ્ો છતાંયે એમનું

    અંગ્ેજી ગાંધીજીના અંગ્ેજી જવેું જ ઊંચા સતરનું હતું. વળી

    તેઓ ગાંધીજીના નવચારો સા્થે એવા ઓતપ્ોત ્થઈ ગયા હતા

    કે નારાયણભાઈ નોંધે છ ે તેમ ગાંધીજી ્બોલતા હોય અને

    મહાદેવભાઈ નોંધ લેતા હોય તયારે તેમની કલમ ગાંધીજીની

    વાણી્થી આગળ ચાલતી, ગાંધીજી ્બોલવાના હોય તે િબદ

  • તેઓ અનુમાન્થી લખી લેતા અને ગાંધીજી ્બોલે તયારે તેમના

    મોંમાં્થી તે જ િબદ નીકળતો (જુઓ પ્. 41, પૃ. 680). આ

    જ વાત શ્ી ઘનશયામદાસ ન્બરલાએ નોંધી છ.ે તેઓ એમ પણ

    લખે છ ે કે અનુપયુકત િબદ નીકળે તો મહાદેવભાઈની કલમ

    અટકી જતી અને ચચા્ણ ચાલતી (િુ. પૃ. 97).

    કયારેક આપણને એમ પણ લાગે કે મહાદેવભાઈ ગાંધીજીના

    નવચારો એમના કરતાં વધુ નચત્રાતમક ભાષામાં મૂકતા. ગાંધીજીના

    મોંમાં મુકાયેલું જાણીતું વાકય Truth and non-violence are

    as old as the hills ્બાપુનું મૂળ વાકય ‘સતય અને અડહંસા

    અનાડદકાળ્થી ચાલયાં આવે છ’ે એવું છ.ે સતય અને અડહંસા

    તે તો પહાિ જટેલાં પુરાણાં છ ે એ ગાંધીજીનું છ ે જ નહીં. એ

    તો ગાંધીજી જ ે ્બોલયા હતા તેનો મહાદેવભાઈએ સાર આપયો

    છ.ે અંગ્ેજી ઉપરાંત ડહંદી, ્બંગાળી અને મરાઠી ભાષાઓનું પણ

    મહાદેવભાઈનું જ્ાન ઊંચા પ્કારનું હતું.

    મહાદેવભાઈએ પોતાનું આવું ભાષાજ્ાન સાડહતયસજ ્ણનમાં

    યોજયું હોત તો ગુજરાતી સાડહતયમાં પ્્થમ હરોળનું સ્થાન પામયા

    હોત. તેમણે નારાયણભાઈને કહ્ું હતું, “પાંચ-છ નવલક્થાની

    વસતુ મારા મગજમાં ગોઠવાયેલી છ”ે (િુ. પૃ. 122). એમણે

    પાંચ-છ ટૂકંાં જીવનચડરત્રો લખયાં છ ે તે ઉપરાંત તેમણે એમની

    િાયરીઓમાં કેટલીય વયનકતઓનાં જીવંત રેખાનચત્રો આપયાં

    છ,ે એમની વણ્ણનિનકત નવિે શ્ીમતી વનમાળા દેસાઈ લખે

    છ,ે “્બાપુજી પાસે જાતજાતનાં નંગ આવે એનું રનસક વણ્ણન

    મહાદેવકાકા કરે અને અમને હસાવે.” (િુ. પૃ. 131)

  • ્બીજી ગોળમેજી પડરષદમાં્થી ગાંધીજી 1931ના ડિસેમ્બર

    માસમાં ખાલી હા્થે પાછા ફિયા્ણ તે પછી તેમની 1932ના

    જા્યુઆરીની 4્થી તારીખે ફિરી ધરપકિ ્થઈ. તે વેળા મહાદેવભાઈ

    પણ પકિાયા. અને માચ્ણ માસમાં તેઓ યરવિા જલેમાં ગાંધીજી

    સા્થે જોિાયા તયાર્થી િરૂ કરીને 1933ના ઑગસટની 20મી

    સુધીનો એમણે એમની િાયરીઓના પહેલા ત્રણ ભાગમાં ગાંધીજી,

    વલ્ભભાઈ અને પોતે એમ ત્રણ વચચે ્થયેલા વાતા્ણલાપો,

    સંવાદો, અસપૃશયતાનનવારણ અંગે ગાંધીજીના ઉપવાસો, તેને

    લગતા જાહેર કાય્ણકતા્ણઓ સા્થે વાતા્ણલાપો, પત્રવયવહારો અને

    મુલાકાતો એ ્બધાંનાં જ ે તાદૃિ અને કયારેક રમૂજી નચત્રણો

    આપયાં છ ે તે મહાદેવભાઈની વણ્ણનિનકતના શ્ેષ્ઠ નમૂનાઓ છ ે

    અને વલ્ભભાઈની ખળખળતી અને ગાંધીજીને પણ હસાવીને

    ્બેવિ વાળી દે એવી નવનોદવૃનતિવાળાં વણ્ણનો ફિરી ફિરી વાંચવાં

    ગમે એવાં છ.ે પરંતુ ગાંધીજીએ 1933ના મે માસમાં હડરજન

    સેવામાં પિલેા કાય્ણકતા્ણઓની િુનદ્ધ અ્થથે 21 ડદવસના ઉપવાસ

    કયા્ણ તયારે વલ્ભભાઈ અને મહાદેવભાઈ ્બંનેની નવનોદવૃનતિ

    સુકાઈ ગઈ. એ સમયની એ ્બે ગાંધીભકતો ને ગાંધીસેવકોની

    હૃદયવય્થા વણ્ણવી જાય એવી ન્થી.

    મહાદેવભાઈની પત્રકારતવિનકતને ન્બરદાવતાં ગાંધીજીએ

    િૉ. સુિીલા નયયરને કહ્ું હતું, “મહાદેવ જોકે પત્રકારતવ મારી

    પાસે્થી િીખયા પણ મારા કરતાં એમની કલમ વધારે સુગમતા્થી

    ચાલવા માંિી.” (િુ. પૃ. 24). મહાદેવભાઈને इन्डिपॅ्डि््ट દૈનનકમાં

    મદદ કરવા મોકલતાં ગાંધીજીએ મહાદેવભાઈને કહ્ું હતું, “તમને

    હંુ મારા મગજ તરીકે કેળવી રહ્ો છુ.ં” (પ્. 19, પૃ. 214).

  • આ ્બધી ચાડર�યસમૃનદ્ધ અને ્બૌનદ્ધક સંપનતિ મહાદેવભાઈએ

    ગાંધીજીના ચરણે ધરી દીધી. ગાંધીજીએ हहंद सवराजમાં પોતે વણ્ણવેલું

    સવરાજ લેવા “આ દેહ અપ્ણણ છ”ે એવો ભવય સંકલપ કરેલો

    એવું જ ભવય મહાદેવભાઈનું ગાંધીજીના ચરણે આતમસમપ્ણણ

    હતું. મહાદેવભાઈના આ આતમસમપ્ણણે તેમને ગાંધીજી સા્થે એવા

    ઓતપ્ોત કરી દીધા હતા કે નારાયણભાઈએ આલેખેલી એમની

    જીવનક્થા 1917્થી 1942 સુધીની ગાંધીક્થા પણ ્બની છ.ે એ

    ગાંધીક્થા આપતાં તેમણે ગાંધીજીના રચનાતમક કાય્ણક્મની ભૂનમકા

    પણ સમજાવી છ ે અને ગાંધીજીના સતય અડહંસાના નસદ્ધાંતની

    સૂક્મ છણાવટ ગાંધીજી અને મહાદેવભાઈના િબદોમાં આવરી

    લીધી છ.ે તે સા્થે તેમણે ચંપારણ, અમદાવાદના નમલમજૂરોની

    હિતાળ, ખેિાના ખેિતૂોનો સતયાગ્હ, ્બોરસદમાં હૈડિયાવેરાની

    નવરદ્ધ વલ્ભભાઈએ ચલાવેલી લિત, ્બારિોલીમાં સરકારે

    ગેરવાજ્બી મહેસૂલવધારો કયયો હતો તેની નવરદ્ધ તયાંના ખેિતૂોએ

    વલ્ભભાઈની આગેવાની નીચે ચલાવેલી લિત, જગનવખયાત

    દાંિીકૂચ, અને છવેટ ે આવેલો વયનકતગત સતયાગ્હ એ ્બધાંમાં

    મહાદેવભાઈએ ફિાળો આપયો હતો તેનું નારાયણભાઈએ રસપ્દ

    આલેખન કયુું છ.ે તે સા્થે તેમણે મહાદેવભાઈના નપતા હડરભાઈ,

    સરદાર પટલે, નરહડરભાઈ અને દુગા્ણ્બહેન જવેાંનાં ચડરત્રોનો

    અનાયાસ ઉઠાવ આપયો છ ેઅને છવેટ ેમહાદેવ–દુગા્ણનાં ‘સનેહધામ

    ભયાું ભયાું'નાં અનત રનસક સંસમરણો આપયાં છ.ે

    ગાંધીજી 1935માં વધા્ણ રહેવા ગયા તયાર પછી

    મહાદેવભાઈનું જીવન િારીડરક તેમ જ માનનસક કસોટીમાં્થી

    પસાર ્થયું છ.ે નારાયણભાઈએ આ આખા કાળને મહાદેવભાઈની

  • ‘આહુનત' તરીકે વણ્ણવયો છ ે (પૃ. 645). 1938ના માચ્ણ માસમાં

    ગાંધી સેવા સંઘના ઓડરસામાં િલેાંગ ખાતે મળેલા અનધવેિનના

    પ્સંગે કસતૂર્બા અને દુગા્ણ્બહેન જમેાં હડરજનોને જવા દેવામાં

    નહોતા આવતા તે જગન્ના્થપુરીના મંડદરના દિ્ણને ગયાં તે્થી

    અકળાઈ ગાંધીજીએ મહાદેવભાઈને એવો કિક ઠપકો આપયો કે

    મહાદેવભાઈએ હતાિ ્થઈ ગાંધીજીને છોિી જવાનો નનણ્ણય કયયો.

    નારાયણભાઈએ એ આખા પ્સંગની કરણતા પૂરેપૂરી ઉપસાવી

    છ,ે (આ આખો પ્સંગ મને સીતાહરણ પ્સંગે લક્મણની નસ્થનતનું

    સમરણ કરાવે છ,ે સીતાએ લક્મણને સહન ન ્થઈ િકે એવાં

    કિવાં વચન કહી રામની પાછળ મોકલયા અને તેઓ રામને

    મળ્ા તયારે રામે તેમને પણ્ણકુટીમાં સીતાને એકલાં મૂકીને આવવા

    માટ ે એવો જ કિક ઠપકો આપયો. મહાદેવભાઈએ દુગા્ણ્બહેનને

    જગન્ના્થપુરીનાં દિ્ણને ન જવા દીધાં હોત તો કસતૂર્બા પણ ન

    જઈ િકત અને તેઓ દુભાત, તેમણે દુગા્ણ્બહેનને જવા દીધાં

    એટલે ગાંધીજી દુભાયા અને દુવા્ણસા ્બ્યા.) આહુનતનો છલે્ો

    અંક 1942ના ઑગસટની 9મી્થી 15મી તારીખના અઠવાડિયા

    દરનમયાન પૂણેના આગાખાન મહેલમાં ભજવાયો. એ કરણ વૃતિાંત

    વાચક નારાયણભાઈની કલમે લખાયેલો જ વાંચે. ગાંધીજી જલેમાં

    જઈ ઉપવાસ કરિે તો એ નવચારે મહાદેવભાઈના મનમાં એવી

    ફિિક પેસી ગઈ હતી કે એમને તેમ કરતા વારવા તેમણે 1942ના

    જુલાઈ માસમાં ગાંધીજીને લાં્બો પત્ર લખયો હતો તે પણ વાચક

    નારાયણભાઈના વૃતિાંતમાં વાંચિે. (પ્. 44, પૃ. 711–21).

    પૂણેના આગાખાન મહેલમાં મહાદેવભાઈ ‘કર લે નસંગાર

    ચતુર અલ્બેલી' ગાતા મૃતયુને ભેટ્ા એ તેમને માટ ેસારં જ ્થયું,

  • નહીં તો 1944ના મે માસમાં ગાંધીજી છૂટ્ા તે પછી તેમણે

    દેિની દુદ્ણિા જોઈ તે્થી તેમને જ ેદુ:ખ ્થયું અને 1946–'47માં

    કોમી રમખાણોની પાિવલીલા ચાલી તે્થી તેમણે જ ેઅસહ્ વય્થા

    અનુભવી તેના દિ્ણને સંભવ છ ે કે મહાદેવભાઈને નચતિભ્રમ જ

    ્થઈ ગયો હોત.

    મહાદેવભાઈના આવા अमृतं हवषसंपृतिम् જીવનમાં દુગા્ણ્બહેને

    ભારતીય સંસકૃનતએ કલપેલા પતનીના સહધમ્ણચાડરણીરૂપને આદિ્ણ

    રીતે ચડરતા્થ્ણ કયુું હતું, તેઓ ઘણી વાર કનવ ્હાનાલાલની

    નીચેની પંનકતઓ ગાતાં:

    પાનાં પ્ારબ્ધનાં ફેરવું રે

    માંહી આવે વવયોગની વાત જો.

    સનેહ્ધામ સૂનાં સૂનાં રે.

    આ પંનકતઓ દુગા્ણ્બહેનને અક્ષરિ: લાગુ પિતી.

    મહાદેવભાઈ 1917ના નવમે્બર માસમા ંગાધંીજી સા્થ ેજોિાયા

    તે પછી પનત-પતનીને સા્થે રહેવાનું ઓછુ ં્બનતું. મહાદેવભાઈની

    કત્ણવયનનષ્ઠા એવી હતી કે 1941ના એનપ્લ માસમાં અમદાવાદમાં

    કોમી રમખાણ ્થયું તયારે િૉકટરોના અનભપ્ાય પ્માણે દુગા્ણ્બહેન

    મરણપ્થારીએ હતાં છતાં મહાદેવભાઈ િહેરમાં િાંનત સ્થાપવા

    દોિી ગયા હતા. (િુ. પૃ. 35). મહાદેવભાઈના આવા વત્ણન્થી

    દુગા્ણ્બહેનને અસંતોષ રહેતો પણ ખરો. શ્ીમતી વનમાળા દેસાઈએ

    નોંધયું છ ેકે, “્બે વચચે મીઠો ઝઘિો પણ કયારેક ્થઈ જતો.” અને

    મહાદેવભાઈને મૈન્થલીિરણ ગુપ્તનું લક્મણની પતની ઊનમ્ણલાને

    ્થયેલા અ્યાયને લગતું “સાકેત” કાવય ્બહુ ગમતું, કારણ કે તેઓ

  • લખે છ,ે “મને ્થાય છ ે કે તેમને ઊનમ્ણલાની જગયાએ દુગા્ણમાસી

    દેખાતાં હિે.” (િુ, પૃ. 132–33). નારાયણભાઈએ પણ લખયું

    છ ે કે મહાદેવભાઈના દુગા્ણ્બહેન ઉપરના પત્રોમાં “ડરસામણાં-

    મનામણાં પણ ્થયાં હિે, કારણ કે દુગા્ણ્બહેને જતનપૂવ્ણક જાળવી

    રાખેલા એ પત્રો પાછળ્થી ્બાળી નાખેલા.” (િુ, પૃ. 118).

    જીવનનાં મોટા ભાગનાં વરસો આમ નચરનવયોગમાં ગાળતાં

    દુગા્ણ્બહેનનું એકાકી છતાં ગૌરવભયુું ચડરત્ર નારાયણભાઈએ આ

    પુસતકમાં ઠરે ઠરે ઉપસાવયું છ ે અને ‘સનેહધામ ભયાું ભયાું રે'

    પ્કરણમાં મહાદેવભાઈના કૌટુનં્બક જીવનનું ઉજજવળ પાસું છતું

    કયુું છ.ે મહાદેવ–દુગા્ણની આવી પરસપર ભનકત જોઈને નચતિરંજન

    દાસનાં પતની વાસંતીદેવીને ્બંડકમચંદ્ર ચટ્ોપાધયાયની નવલક્થા

    आनंदमठનાં પાત્રો િાંનત-જીવાનંદની જોિીનું સમરણ ્થતું. (િુ. પૃ.

    103).

    મહાદેવભાઈ જવેા મૌનલક લેખક હતા તેવા ઉતકૃષ્ કોડટના

    અનુવાદક હતા. મોલતીના On Compromise પુસતકનો અનુવાદ

    જ ે પાછળ્થી सतयाग्रहनी मयायादा નામે છપાયો હતો તે તેમણે

    ્બાવીસેક વષ્ણની ઉંમરે કયયો હતો. પણ મહાદેવભાઈની અનુવાદક

    તરીકેની િનકતની ઉતિમ નસનદ્ધ ગાંધીજીના सतयना प्रयोगो अथवा

    आतमकथाના અનુવાદની હતી. જવાહરલાલ નેહરની આતમક્થાનો

    મહાદેવભાઈએ કરેલો ગુજરાતી અનુવાદ પણ એટલો જ સફિળ

    ્થયો છ.ે

    નારાયણભાઈએ ગાંધીજી, સરદાર, નેહર, રાજાજી,

    નરહડરભાઈ, પયારેલાલ વગેરે અનેક સમકાલીનોનાં સંખયા્બંધ

  • લખાણોમાં્થી ઉદ્ધરણો ટાંકી, કૂિી્બંધ પ્ગટ–અપ્ગટ પત્રોના

    આધાર આપી સો-સવાસો્થીયે વધુ પ્સંગોની રંગપૂરણી કરી,

    કોઈ કોઈ વાર ઇનતહાસના કાલક્મ કરતાં એના પૃ્થક્કરણને

    વધુ મહતિા આપી મહાદેવભાઈના ચડરત્ર જટેલું જ લક્ષ એમના

    ચાડર�ય પર આપી તેમના પુરાણક્થા સમા લાગતા પાત્રને આ

    ગ્ં્થ દ્ારા એક જીવતાજાગતા ઐનતહાનસક પાત્ર અને કેટલીક

    વાર તો આતમીય સવજન તરીકે મૂનત્ણમંત કયા્ણ છ.ે મારી શ્દ્ધા

    છ ેકે નારાયણભાઈનું આ નપતૃતપ્ણણ ગુજરાતના વાચકોને સંતપ્ણક

    અને પ્ેરક નીવિિે.

    — ચરી. ના. પટેલ

    4, નરીલકંઠ પાક્જ,

    નવિંગપુિા

    અમદાવાદ-380 009

    તા. 23–8–'92

  • ગ્પતૃતપ્જણ

    મહાદેવ જ્મિતાબદીનું વષ્ણ મારે સાર નપતૃતપ્ણણનું વષ્ણ હતું,

    ઠકેઠકેાણે િતાબદીની ઉજવણીમાં ભાગીદાર ્થવા ઇજન મળે.

    તેમાં સહભાગીઓ સા્થેની ચચા્ણઓ્થી નપતાશ્ી નવિે જોવાના

    નવા નવા દૃનષ્કોણો મળે; નવી પેઢીને પણ એમની જીવનક્થા

    પ્ેરક ્બની રહે એ જોઈ હરખાઉં, આતમાની ‘હાફિલાઇફિ' રેડિયો

    ઍનકટનવટી કરતાં ઓછી ન્થી!

    િતાબદીની જવા્બદારી તરીકે એમનું જીવનચડરત્ર લખવાની

    હામ ભીિી. લખતાં પહેલાં જ સમજાઈ ગયું કે કામ સહેલું નહોતું.

    લખી રહ્ો તયારે સમજાયું કે આખું કામ સવા્ત:સુખાય ્થયું.

    હંુ મહાદેવભાઈનો કેવળ પ્િંસક જ નહોતો, પુત્ર પણ હતો.

    જીવનચડરત્રકાર ્બનવા જતાં સમજાયું કે તટસ્થતા સહજ હોય તો

    જ ઇષ્, સાયાસ સાધેલી હોય તો એટલી ઇષ્ નહીં. તપ્ણણકારની

    અંજનલ ભાવસનલલ્થી ભીની જ હોય, એની કસોટી ‘લોકો િું

    કહેિે?’ એ નહીં, પણ ‘તારં હૈયું િું કહે છ?ે’ એ જ હોવી

    જોઈએ. સતયની મયા્ણદામાં રહીને ચડરત્રની સા્થે ચાડર�યગા્થા

    ગાવાનો આ પ્યાસ છ,ે

    િરૂઆતમાં મુશકેલીઓ અને મૂંઝવણો. હંુ મહાદેવભાઈનો

    પુત્ર તો ખરો, પણ એમની નજદંગીનાં માત્ર છલે્ાં છ વરસ મેં

    એમના સહવાસમાં ગાળેલાં. અને એ છ વષ્ણ મારી મુગધાવસ્થાનાં,

    જીવનચડરત્ર લખવા સાર એ પયા્ણપ્ત ન ગણાય. મહાદેવભાઈને ગયે

    પૂરાં પચાસ વષ્ણ ્થયાં. એટલે જમેની મુલાકાતો્થી માડહતીનો ઢગલો

  • ખિકાય એવા સમકાલીનો િોધવા મુશકેલ. જ ેજિ ેતે આિીવા્ણદ

    આપે, માડહતી નહીં. નનરંતર પત્ર લખનાર મહાદેવભાઈના પત્રો

    એના પડરવાર પાસે જળવાયા નહોતા. અમારી એ ્બેવકૂફિી જ

    ને? ્બાએ અવારનવાર પત્રો ફિાિી નાખેલા. કેટલાંક સ્થળાંતરણ

    કે કારાવાસને લીધે આિાઅવળા ્થયા હિે. મારી અવસ્થા:

    ‘मन जखन जागलि नारे, मनेर मानुष एिो द्ारे

    ता’र चिे जावार शबद सुने भांगिो रे धूम अंधकारे.’

    (મન તું જયારે જાગયું ના રે, મનના માનેલ આવયા દ્ારે,

    તેના ચાલયા જવાનો રવ સુણીને ભાંગી નીંદર અંધકારે.)

    જવેી હતી.

    િાયરીઓ ઉ્થલાવી જોઈ તો તે નામે महादेवभाईनी डिायरी ખરી,

    પણ હતી સવ્ણ ગાંધીજીની િાયરી. મારા જ્મડદવસની આસપાસના

    અઠવાડિયાની િાયરી ખોળી જોઈ, તો તેમાં પુત્રજ્મનો ઉલ્ેખ

    જ ન મળે!

    આમ િરૂઆત પહેલાં જ સમજાઈ ગયું કે કામ કાઠુ ં હતું,

    પણ ્બેત્રણ તત્વ એવાં હતાં કે જનેે લીધે આ કામ પાર પડ્ું.

    સવ્ણ પ્્થમ તો લખવા અંગે ‘ના, હંુ તો ગાઈિ' જવેી મારી નજદ્દ.

    ્બીજુ ંતત્વ અનેક નમત્રોનું પ્ોતસાહન. ખાસ ઉલ્ેખ કરવો જોઈએ

    ્બહેન વનમાળા અને ભાઈ મહે્દ્ર વા. દેસાઈનો. ‘પ્સંગો ભલેને

    ્બીજાએ લખયા હોય, તું લખિે તો તારી આગવી રીતે જ' એમ

    કહી વનમાળાએ પ્ોતસાડહત કયયો અને ‘કાંઈ નહીં તો આપણા

    પોતાને માટ ે આ પાવનકારી કામ છ,ે એમ સમજીને, પણ લખ'

  • એમ કહી મહે્દે્ર તરતાં િીખનારને પાણીમાં ધકેલનારનું કામ કયુું.

    પણ ચાવી જિી સામે છિે્ેથી. ‘મહાદેવ જો મોહનમાં

    મળી જવા્થી ન મળતા હોય તો એની િોધ મોહનમાં જ

    કરને' એવી વૃનતિ્થી મેં તપાસ ચાલુ કરી. गांधीजीना अक्षरदेहમાં

    સેંકિો સ્થળે મહાદેવ મળી આવયા. ગાંધીજીનો છિેો પકડ્ો

    એટલે મહાદેવભાઈને મળ્ા વગર છૂટકો જ નહોતો. ગાંધીજી

    પાછળ સરદાર, જવાહર, દેવદાસ, રાજાજી, નરહડરભાઈ,

    પયારેલાલ — જમેનું જ ે સાડહતય મળ્ું તે ફંિફિોસવા માંડ્ું અને

    મહાદેવ જિતા ગયા. એટલા જડ્ા કે છવેટ ે કયા રાખવા, કયા

    છોિવા એવો કઠણ છતાં સુખદ પ્શ્ આવીને ઊભો રહ્ો!

    આ કામ કાંઈ એકલાનું ન્થી, ્થોકે્થોક લોકો મદદે આવયા છ.ે

    કદાચ સૌ્થી વધારે મોટો આધાર મળી રહ્ો મારા પૂવ્ણસૂડરઓ

    પાસે્થી. નરહડરભાઈનું महादेवभाईनुं पूवयाचररत ન હોત તો એમના

    જીવનનાં પહેલાં પચીસ વષ્ણ મોટ ે ભાગે અંધારામાં રહ્ાં હોત.

    ચંદુલાલ ભ. દલાલની सव. महादेवभाई देसाई समृहतचचत्ो ત્થા

    गांधीजीनी हदनवारीએ અનેક ઠકેાણે ખૂટતી કિીઓ મેળવી આપી.

    વજુભાઈ િાહની सवया शुभोपमायोगय महादेवभाईએ જીવનચડરત્રકાર્થી

    પ્િંસક કેમ ્બનાય એવી મારી િંકા દૂર કરી. પુસતકનું િીષ્ણક

    ઝવેરચંદ મેઘાણી પાસે્થી આદરપૂવ્ણક લીધું છ.ે

    એક અસામા્ય અનુભવ ્થયો. જ ેસામગ્ીની િોધમાં હોઉં,

    તે અનેક વાર સામે્થી આવીને ઊભી રહી ગઈ — પુસતકરૂપે,

    પત્રરૂપે, છાપાંરૂપે, કોઈક વાર સાવ અજાણયે કે અનપેનક્ષત ઠકેાણે્થી

    સાંભળવા મળેલા સંસમરણરૂપે. મેં આને ઈશ્વરની કૃપા માની છ.ે

  • શ્ી ચી. ના. પટલેને પુસતકની પ્સતાવના લખવા નવનંતી

    કરવા ગયો હતો. તેમણે સંમનત તો ખુિી્થી આપી જ, પણ

    આખું લખાણ જોઈ-તપાસી આપવાનીયે તૈયારી ્બતાવી મને

    ્યાલ કરી દીધો. એમના માગ્ણદિ્ણને લેખક તરીકે મારી અનેક

    જવા્બદારીઓનું ભાન કરાવયું, આને પણ ઈશ્વરની કૃપા નહીં

    તો ્બીજુ ં િું માનું?

    આભાર ઘણા ઘણાનો માનવાનો છ.ે

    અમારા ટાઇનપસટ ઝહીરદ્દીન એમ. સૈયદ એમ તો આંનિક

    સમયના કાય્ણકતા્ણ. પણ આ હસતપ્ત ટાઇપ કરવામાં એમણે

    ઘણી વાર ડદવસરાત એક કયાું. મહાદેવભાઈએ એની પર પણ

    પોતાની મોડહની લગાિી છ.ે એ કદાચ મહાદેવભાઈનો આભાર

    માનિે, હંુ એનો માની લઉં.

    સંસથાઓનો:

    શ્ી મહાદેવ દેસાઈ જ્મિતાબદી સનમનત,

    ગુજરાતનો — પુસતક લખવા્થી માંિીને પ્નસદ્ધ કરવા સુધી પ્ેરણા,

    સા્થ અને સહકાર આપવા ્બદલ.

    ગાંધી સમારક સંગ્હાલય, સા્બરમતીનો — હસતનલનખત

    પત્રસંગ્હની નકલ આપવા અને કેટલાંક પુસતકો મેળવી આપવા

    ્બદલ.

    નેહર સંગ્હાલય ત્થા પુસતકાલય, નવી

    ડદલહીનો — હસતનલનખત પત્રોના અનેક સંગ્હો જોવા દેવા ્બદલ.

    ગાંધી સમારક નનનધ, મું્બઈનો — અનેક પુસતકો ઉપલબધ

  • કરી આપવા ્બદલ.

    નવજીવન ટટ્રસટ, અમદાવાદનો — પુસતક સવ્ણજનસુલભ ્થાય

    એટલા સાર િતાબદી સનમનતને છૂટ ેહા્થે સહાયતા આપવા ્બદલ.

    બહેનોનો:

    પદ્ા્બહેન ભાવસારનો — પગલે પગલે નાનાનવધ સેવાઓ

    ્બદલ.

    કુરંગી ત્થા નચત્રા દેસાઈનો — ડહંદી અને અંગ્ેજી ભાષાંતર

    કરતાં કરતાં અનેક સલાહસૂચનો અને પ્ોતસાહન આપવા ્બદલ

    મનોજ્ા, દીનપકા, સુજાતા, પંન્થની, દુઆ, હંસા્બહેન,

    કંચન્બહેન, વસુધા્બહેન, ઉપા્બહેન મહેતા, ઉષા નત્રવેદી ત્થા

    મોંઘી્બહેનનો — નવનવધ સેવાઓ ્બદલ.

    ભાઈઓ:

    હડરદેવ િમા્ણનો — નેહર મયુનઝયમની તમામ સવલતો પૂરી

    પાિવા ત્થા મોંઘેરી સલાહ ્બદલ.

    અમૃત મોદીનો — પુસતક-પ્કાિનની આખી યોજના પાછળ

    પીઠ્બળ પૂરં પાિવા ્બદલ.

    નજતે્દ્ર દેસાઈનો — મુદ્રણને ભનકતનો ઓપ ચિાવવા ્બદલ.

    િતાબદી સનમનતના સવ્ણ સભયોનો — ક્મિ: વધતા જતા

    પુસતકના કદ અને પૂરં કરવા માટનેી છવેટની તારીખના અંદાજ

    ્બા્બત ઉદારતા દાખવવા ્બદલ.

  • હકુ િાહનો — પુસતકના સુિોભન અંગે સલાહસૂચનાઓ

    આપવા ્બદલ.

    લક્મણભાઈ મકવાણા, જસભાઈ પટલે ત્થા સવરાજ આશ્મ

    વેિછીના અનેક નવદ્ા્થીઓનો — સવયંસેવક તરીકે સેવાઓ આપવા

    ્બદલ.

    સુભાષ મહેતા, મું્બઈનો — કેટલુંક સાડહતય ઉપલબધ કરી

    આપવા ્બદલ.

    અને છવેટ ે સંપૂણ્ણ ક્ાંનત નવદ્ાલયનો — નવ નવ માસ સુધી

    મારી પ્નિક્ષણ પ્વૃનતિને ગૌણ ્બનાવી લેખનપ્વૃનતિને મુખય

    ્બનાવવાની ઉદારતાપૂવ્ણક અનુમનત આપવા ્બદલ.

    સવ્ણનો કૃતજ્ છુ.ં

    — નાિાયણ દેસાઈ

    સંપૂણ્જ કાંગ્ત ગ્વદ્ાલય

    વેડછરી-394641

    5–6–1992

  • પ્રકાશકનું ગ્નવેદન

    મહાદેવભાઈ દેસાઈ જ્મિતાબદી વષ્ણમાં એમનું નવસતૃત

    જીવનચડરત્ર પ્નસદ્ધ કરવાનું મહાદેવભાઈ દેસાઈ જ્મિતાબદી

    સનમનતએ નવચાયુું. ‘આ ચડરત્ર કોણ લખે?’ તેના જવા્બમાં

    સહુની લાગણી એક જ હતી: નારાયણભાઈ લખે તો ઉતિમ.

    અને નપતૃતપ્ણણરૂપે આ કામ તેમણે સવીકાયુું અને એક વષ્ણનો

    સમય આપી આ ગ્ં્થ તૈયાર કયયો. તે ્બદલ સનમનત તેમનો

    આભાર માને છ.ે આમ, િતાબદી નનનમતિે, વષયો સુધી યાદ રહે

    તેવી, મહામૂલી ભેટ શ્ી નારાયણભાઈ પાસે્થી આ ચડરત્રરૂપે

    આપણને મળી છ.ે

    નવજીવન ટટ્રસટ તરફિ્થી મહાદેવભાઈ દેસાઈ જ્મિતાબદી

    સનમનતને મળેલા આન્થ્ણક સહયોગને કારણે, शुक्रतारक समा

    महादेवभाई ગ્ં્થની જમે જ આ ચડરત્ર પણ ગુજરાતી વાચકોને

    રાહતદરે આપવાનું િકય ્બ્યું છ.ે સનમનત તે ્બદલ નવજીવન

    ટટ્રસટનો આભાર માને છ.ે

    શ્ી ચી. ના. પટલેે આ ગ્ં્થ લખાતો હતો તયાર્થી આખું

    લખાણ જોઈ-તપાસી આપયું ત્થા ‘ગાંધીજીના ગણેિ અને હનુમાન'

    રૂપે આ પુસતકની પ્સતાવના દ્ારા સવ. મહાદેવભાઈના જીવન

    અને કાય્ણનો પડરચય કરાવવાનું કામ, તેમની માંદગી વચચે પણ

    શ્મ લઈને કરી આપયું, તે ્બદલ અમે તેમના આભારી છીએ.

    એ જ રીતે લેખકના નનવેદનમાં ઉલ્ેખાયેલ અનેક ભાઈ-

    ્બહેનો ત્થા સંસ્થાઓનો ગ્ં્થ તૈયાર કરવામાં નવનવધ રીતે સહકાર

  • મળ્ો છ ે તે સહુના ત્થા પુસતકનું સરસ મુદ્રણ કરી આપવા

    માટ ે નવજીવન મુદ્રણાલયના અમે આભારી છીએ.

    ગુજરાત આ ચડરત્રને આવકારિે એવી આિા છ.ે

  • कोन् आिोते प्राणेर प्रदीप जवालिये तुचम धराय आसो

    साधक ओगो, प्रेचमक ओगो, पागि ओगो, धराय आसो ।।

    एइ अकूि संसारे

    दु:ख आघात तोमार प्राणे वीणा झंकारे ।

    घोर हवपद माझे

    कोन् जननीर सुखेर हाहत देखखया हासो ।।

    तुचम काहार संधाने

    सकि सुखे आगुन जवेिे बेडिाओ के जाने ।

    एमन आकूि करे

    के तोमारे कांदाय जारे भािो बासो ।।

    तोमार भावना हकछु नाइ

    के – जे तोमार साथेर साथी भाहव मने ताइ ।

    तुचम मरण भूिे

    कोन् अनंत प्राण सागरे आन्दे भासो ।।

    - रवी्द्रनाथ

    *કયા દીપથી પ્ાણનો દીવડો પેટાવી

    તું ્ધરા ઉપર આ આવે?

    ઓહે સા્ધક, ઓહે પ્ેવમક, ઓહે પાગલ!

    ્ધરા ઉપર તું આવે?

    આ અકૂલ સંસારે

    દુ:ખ-આઘાતો તવ પ્ાણે વીણા ઝંકારે

  • ઘોર વવપદ માંહે

    કઈ જનનીનું મુખ જોઈ તું હસતું મુખ મલકાવે?

    તું કોને શો્ધવાને

    સૌ સુખોમાં પૂળો મેલી ફરતો કો જાણે!

    આવો અકળાવી

    કોણ રડાવે તુજને જનેે પ્ેમે નવડાવે?

    નવ વિંતા કંઈ તારે

    કોણ હશે તુજ સાથે સાથી મન કળતું ના રે.

    તું મરણ ભૂલીને

    કયા અનંત પ્ાણસાગરમાં આનંદે મહાલે?

    મૂળ: રવી્દ્રના્થ

    અનુવાદ: નગીનદાસ પારેખ

    ‘મને કોઈ પૂછ ે કે, મહાદેવના ચાડર�યનું સૌ્થી ઉમદા

    લક્ષણ કયું? તો હંુ કહંુ કે, પ્સંગ પડ્ે િૂ્યવત્ ્થઈ જવાની

    તેની િનકત.’

    — ગાંધરીજી

  • સમૃગ્ત

    (भेद करर) देखखते होइबे ऊरवया लशर

    एक पूणया जयोहतमयाये अन्त भुवने ।

    घोषणा कररते होबे असंशय मने -

    ‘ओगो हदवयधामवासी देवगण जतो

    मोरा अमृतेर पुत् तोमादेर मतो ।।’

    - रवी्द्रनाथ

    (ભેદીને) જોવું જોઈશે ઊંિે વશર

    અનંત ભુવને એક પૂણ્ણ જયોવતમ્ણયન ે

    કરવી જોઈશે ઘોષણા અસંશય મને —

    ‘હે દદવય ્ધામવાસી દેવગણ હો તેટલા

    અમેય અમૃત-સંતાન તમારા જ જટેલા.

    — િવરીનદ્રનાથ

    हम प्रभु की इचछा कया समझें

    तुम एकाएक हवदेह हुए

    िगता है तुम थे सचमुच जो

    वह वयापक शाश्वत सनेह हुए ।

    - भवानी प्रसाद

  • એક મહાદેવ, ઊઠો મહાદેવ!

    15મી ઑગસટ 1942. પૂના પાસે આગાખાનનો મહેલ.

    ગાંધીજી િૉ. સુિીલા નયયરને તાર લખાવે છ:ે ‘મહાદેવનું

    મરણ તો યોગી અને દેિભકતનું હતું. એનો િોક ન ્થાય.’

    તાર સેવાગ્ામ આશ્મના વયવસ્થાપક શ્ી ચીમનલાલ િાહને

    નામે હતો. એ આશ્મમાં મહાદેવનાં પતની દુગા્ણ્બહેન અને

    દીકરો નારાયણ હતાં. જલેમાં મૃતયુના સમાચાર આપતો આ

    तार મહાદેવના આપ્તજનોને અંગ્ેજ સરકાર તરફિ્થી ઠઠે ્બાવીસ

    ડદવસ પછી પહોંચાિવામાં આવયો. સા્થેના ટૂકંા પત્રમાં માત્ર એક

    વાકય હતું: ‘કિીક ભૂલ્થી આ कागळ મોકલાવવામાં નવલં્બ ્થયો,

    તે ્બદલ ડદલગીર છીએ.’

    આ તાર ગાંધીજીએ લખાવયો તયારે મહાદેવ દેસાઈનો મૃતદેહ

    એમની સામે જ હતો. મીરાં્બહેને એને આગાખાન મહેલના

    ્બગીચાનાં જાતજાતનાં ફૂિલો વિ ે સજાવયો હતો. ગાંધીજીએ જાતે

    ધ્ૂજતે હા્થે એને સનાન કરાવયું હતું. સનાન પછી પોતાના જ

    ટવુાલ વિ ે િરીરને લૂછું હતું. તયાર ્બાદ જાતે સનાન કરીને

    એ જ ટવુાલ વિ ે પોતાનું િરીર લૂછું હતું અને એ ટવુાલ

    સુિીલાને સોંપતાં કહ્ું હતું, ‘આને સાચવી રાખજ.ે એ ્બા્બલાને

    (નારાયણને) આપવાનો છ.ે’

    મીરાં્બહેને સળગાવેલી ધૂપસળીની સુગંધમાં ધીમે અવાજ ે

  • ગવાતા ગીતાના શ્ોકોનો ધવનન ભળવા લાગયો.

    ઘિીભર પહેલાં કાંઈક અસવસ્થ, કાંઈક નવહ્વળ જણાતા

    ગાંધીજી ટટ્ાર ્બેઠા અને સાવ ધીમા સવરે ગીતાપાઠમાં ભળ્ા.

    ્બેત્રણ માસ ્બાદ સુિીલા્બહેને આ ્બા્બત અંગે ગાંધીજી પાસે

    ચોખવટ માગી હતી.

    ‘્બાપુ, મહાદેવભાઈ ગયા તે ક્ષણે આપ ્થોિા નવહ્વળ ્થઈ ગયા

    હતા ને?'

    ‘િા ઉપર્થી કહે છ?ે'

    ‘આપ તે વખતે જાણે કે ્બાવરા ્બ્યા હો તેમ એમની તરફિ

    જોઈ “મહાદેવ, ઊઠો મહાદેવ!” પોકારી રહ્ા હતા ને?'

    ‘ના, એમાં નવહ્વળતા નહોતી.'

    ‘તો?’

    ‘એમાં શ્દ્ધા હતી.'

    ‘શ્દ્ધા? તે કેવી?'

    ‘મને એમ હતું કે જો મહાદેવ એક વાર આંખ ઉઘાિીને મારી

    તરફિ જોિે તો હંુ એમને કહીિ કે “ઊભા ્થઈ જાઓ”, એમણે

    આખી નજદંગી મારી આજ્ા ઉ્થાપી નહોતી. એ િબદો જો એમના

    કાને પડ્ા હોત તો મને શ્દ્ધા હતી કે એ મોતનો પણ સામનો

    કરીને ઊભા ્થઈ ગયા હોત.'

    કેમ ના હોય ગાંધીજીને એવી શ્દ્ધા? ્બરા્બર અિધી નજદંગી

  • મહાદેવે એમની જોિ ે ગાળી હતી. અને એ અિધી નજદંગીમાં

    કયારેય મહાદેવે એમની આજ્ા ઉ્થાપી હતી ખરી? આશ્મના

    ્બુઝુગ્ણ સા્થી પંડિત તોતારામજીએ મહાદેવભાઈ ગાંધીજી સા્થે

    જોિાયા તયાર પછી છએક માસે ્બનેલો પેલો ડકસસો નહોતો

    કહ્ો? અમદાવાદના નમરઝાપુર રોિ ઉપરના મકાનમાં એક

    નાનકિી ઓરિીમાં મહાદેવભાઈ અને પંડિત તોતારામજી સૂતા

    હતા. રાતે અચાનક ધમ કરતો અવાજ ્થયો. પંડિતજીની આંખો

    ખૂલી ગઈ. જોયું તો પાસેના પાટ પર મહાદેવભાઈ ઊભા છ.ે

    એમને જયારે પંડિતજીએ પૂછું કે, ‘િું છ ે મહાદેવભાઈ, કેમ

    ઊભા ્થઈ ગયા?’ તયારે સહેજ સંકોચ સા્થે પાછા પાટ પર

    લં્બાવતાં મહાદેવભાઈએ નહોતું કહ્ું કે,

    ‘કાંઈ નહીં, સપનું આવયું હિે. મને સપનામાં એમ લાગયું કે ્બાપુ

    ્બોલાવે છ,ે એટલે મારા્થી ઊભા ્થઈ જવાયું હિે!'

    ઠઠે તયાર્થી માંિીને મરણની ઘિી સુધી મહાદેવભાઈએ

    ગાંધીજીની આજ્ા કદી ઉ્થાપી હતી ખરી?

    ગીતાના શ્ોકો પૂરા ્થયા એટલે आश्रम भजनावलिનાં ભજનો

    ગવાયાં, જમેાંનાં ્થોિાંક તો હજી છ ડદવસ દરનમયાન આગાખાન

    મહેલમાં આવયા તયાર પછી સવાર કે સાંજની પ્ા્થ્ણના વખતે

    ખુદ મહાદેવભાઈએ જ ગાયાં હતાં:

    ‘દીનાનાથ દયાળ નટવર!

    હાથ મારો મૂકશો મા!...

    હે કૃપામૃતના સરોવર

    દાસ સારુ સૂકશો મા’!

  • ને

    મારી નાડ તમારે હાથે હદર સંભાળજો રે

    મુજને પોતાનો જાણીને પ્ભુપદ પાળજો રે.

    ... દદવસ રહ્ા છ ેટાંિા, વેળા વાળજો રે!

    મૃતદેહને સનાન કરાવયા પછી ગાંધીજીએ સુિીલાને કહ્ું

    હતું, ‘મહાદેવનાં કપિાં તું જ ધોજ,ે ્બીજાને ધોવા આપીિ

    નહીં. પાછળ્થી આ કપિાં ્બા્બલાને સોંપવાનાં છ.ે' મહાદેવના

    ખમીસના ્બાજુના નખસસામાં્થી નીકળી भगवद्ीताની એક પ્ત,

    અને સામેના નખસસામાં્થી નીકળી ફિાઉ્ટન પેન. જ ેમહાન યજ્માં

    ્થોિી ક્ષણો પહેલાં જ મહાદેવે જીવનની આહુનત આપી હતી તેનું

    મૂળ પ્ેરણાસ્ોત હતી ગીતા અને એ યજ્ની જવાળાઓ પ્ગટ

    ્થઈ હતી સતત મહાદેવના વક્ષ:સ્થળ પર નવરાજતી આ કલમ

    દ્ારા. નખસસામાં્થી નીકળતી આ ્બે વસતુઓ જાણે કે મહાદેવના

    જીવનના પ્તીક સમ હતી. ગીતા પ્તીક હતી મહાદેવના ચાડર�યના

    ઊંિાણની અને કલમ પ્તીક હતી એના નવસતારની.

    અતયારે જ ેદેહ સમાનધસ્થ યોગીની માફિક નચરિાંત પોઢ્ો

    હતો તે દેખાવમાં કામદેવ ઉપર પણ કામણ કરે તેવો મોહક

    હતો. મૃતયુ પહેલાં ્થોિી નમનનટ અગાઉ જ મીરાં્બહેન પાસે

    ઝીણી કાતર લઈને સરોનજની નાયિવુાળા ખંિમાં મોટા દપ્ણણ

    સામે ્બેસીને તેમણે મૂછ મઠારી અને નખ કાપયા હતા. ગાંધીજીએ

    એક કાળે મહાદેવને ગુલા્બ સા્થે સરખાવેલા. તે સાંભળીને

    સરોનજનીએ તેમને ‘ગુલે ગુજરાત’ કહીને ન્બરદાવેલા. તે ડદવસે

    સવારે સરોનજનીએ મહાદેવને જોઈને મીઠી મજાક પણ કરી

    લીધેલી, ‘અસસલ વરરાજા જવેા લાગો છો!’ મહાદેવનું નપ્ય

  • પેલું ક્બીરનું ભજન —

    કર લે વસંગાર િતુર અલબેલી

    સાજન કે ઘર જાના હોગા!

    જાણે કે તે ભીની આંખ ઊઘિતા પ્ભાતે ચડરતા્થ્ણ ્થતું હતું.

    સુિીલાની પસ્ણમાં્થી ચંદનનો એક ટકુિો મળી આવયો હતો.

    લલાટ પર તેનો લેપ કરવા્થી જીવનને સદા પ્સન્નતા્થી ભરી

    દેનાર એ રનસયો, મૃતયુને વધાવનાર યોગી-િો િોભતો હતો.

    સુિીલા, મીરાં, સરોનજની, કસતૂર્બા અને સૌ્થી વધારે તો

    ગાંધીજી પોતે ભજનો ગાતાં અને ગીતાપાઠ કરતાં ઉતસુકતા્થી

    વાટ જોતાં હતાં. ગાંધીજીએ જલે અનધકારીઓને કહ્ું હતું,

    ‘વલ્ભભાઈને ્બોલાવો, ખેરને ્બોલાવો, એટલે મૃતદેહના અંનતમ

    સંસકાર નવિે નવચાર કરીએ.'

    અનધકારી કદાચ જાણતા હતા, કદાચ નયે જાણતા હોય.

    શ્ી કટલેી ્બહાર જઈને પાછા આવતા હતા, શ્ી ભંિારી ઉપર

    અનધકારીઓના ઓરિામાં જઈને ફિોન કરીને પાછા આવતા હતા.

    તેઓ સરોનજનીના કાનમાં કાંઈ વાત કરતા હતા. પણ ગાંધીજીની

    આગળ મોઢામોઢ ્થવાની એમની હામ નહોતી. છવેટ ેગાંધીજીએ

    જ પૂછું, ‘વલ્ભભાઈ આવે છ?ે’

    ‘વલ્ભભાઈ અહીં ન્થી.’ ભંિારી ્બોલયા.

    ‘અને ખેર?'

    ‘તેઓ પણ આવી િકિે નહીં.' શ્ી ભંિારીએ દ્બાતે

  • અવાજ ે કહ્ું.

    તે જવા્બે સૌને એ વાતનું ભાન કરાવયું કે માત્ર મહાદેવ

    જ નહીં પણ પાછળ રહેલાં સૌએ કેદીઓ જ હતાં.

    સરકાર આ કેદીઓની સેવા કરવા ખાતર યરવિાની જલેમાં્થી

    ડક્નમનલ કેદીઓ મોકલતી. (મહાદેવે છયે ડદવસ ્બધાં કામ જાતે

    કરી આમની સેવા નહોતી લીધી) તે પૈકી એકે કહ્ું, ‘મોટરલૉરી

    આવી ગઈ છ,ે અને એક બ્ાહ્મણ પણ આવયા છ.ે’

    ‘બ્ાહ્મણ?’ ગાંધીજીના કાન સરવા ્થયા, ‘બ્ાહ્મણ િાને માટ?ે'

    ‘અહીં કાંઈ પૂજાપાઠ કરાવવાં હોય તો.’ એક અનધકારીએ

    નીચું જોઈને જવા્બ આપયો.

    ‘અહીંના પૂજાપાઠ ્થઈ ચૂકયાં છ.ે’ ગાંધીજીએ સહેજ કિક,

    ડકંનચતમાત્ર ઊંચા સવરે કહ્ું.

    ભંિારી સરોનજની નાયિનુે આગળ ધરતા ગાંધીજી પાસે

    આવયા, ‘િી ખ�